અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માઁ અંબાના મંદિરે માઈભક્તો ઉમટ્યા, નવલા નોરતામાં આઠમ-હવનનો લ્હાવો લીધો

અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માઁ અંબાના મંદિરે માઈભક્તો ઉમટ્યા, નવલા નોરતામાં આઠમ-હવનનો લ્હાવો લીધો

અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું જેમાં માઈ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલું 400 પુરાણું અંબાજી માતાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ચાલુ નવરાત્રી પરવમાં અહી નિત નવા સ્વરૂપ સાથે માતાજી બિરાજે છે.

ત્યારે દરવર્ષે નવરાત્રીમાં અહી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. ગતરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે અહી વિશેષ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લ્હાવો લીધો હતો. ગત વર્ષે કોરોનાકાળમાં અંકલેશ્વર શહેર મધ્યમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે 400 વર્ષ ઉપરાંતથી યોજાતા ગરબાની પરંપરા તૂટી હતી જે ચાલુ વર્ષે પુનઃ શરૂ કરવામાં આવી છે. ત્યારે આઠમાના રોજ મંદિર ખાતે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઈ ભક્તો પરંપરાગત ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઇને ગરબાનાં તાલે મન મૂકીને ગરબા ઘૂમ્યાં હતાં.

Latest Stories