-
આજે મહાશિવરાત્રીનું મહાપર્વ
-
મહાશિવરાત્રી નિમિત્તે યોજાયા ધાર્મિક કાર્યક્રમો
-
હોમાત્મક-અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન
-
વિવિધ શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ
-
શિવજીનું ભક્તિભાવ પૂર્વક કરાયુ પૂજન
દર મહિને એકવાર માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે પણ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે.આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી શિવભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે.શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસે પ્રદોષ કાળમાં ભોળાનાથની ચાર પ્રહર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે ત્યારે મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વરમાં પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર,અંકલેશ્વરના અતિ પૌરાણિક રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર, જુના અંકલેશ્વરમાં આવેલા અંતરનાથ મહાદેવ મંદિર ચૌટાનાકા વિસ્તારમાં આવેલા એક લિંગનાથ મહાદેવ મંદિર તેમજ રત્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર, અભિષેકાત્મક લઘુરુદ્ર સહિત શિવ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ, બીલીપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા. અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.