/connect-gujarat/media/media_files/2025/07/23/sundarkand-path-2025-07-23-14-37-28.jpeg)
અંકલેશ્વર જીઆઇડીસીના શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા પ.પૂ.ગુરુજી અશ્વિન પાઠકના શ્રીમુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઇડીસીના શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝના સંચાલક કે આર જોષી અને પરિવાર દ્વારા જલધારા ચોકડી પાસે આવેલ બંગલો નંબર 25 માધવ બાગ ખાતે તારીખ 27 જુલાઈ રવિવાર શ્રાવણ સુદ ત્રીજ રાતે 8:30 કલાકે સુંદરકાંડ પાઠનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અખંડ સુંદરકાંડની ધૂણી ધખાવનાર અમદાવાદના પ.પૂ.ગુરુજી અશ્વિન પાઠકના શ્રીમુખે ભક્તોને સંગીતમય સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે.જેનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.