અંકલેશ્વર: શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વર-ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન

  • શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠ યોજાયા

  • નેશનલ હાઇવે પર અંબે એસ્ટેટ ખાતે આયોજન

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અંબે એસ્ટેટ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર-ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો.
નેશનલ હાઈવે નં. 48 પર એરપોર્ટ સામે આવેલ અંબે એસ્ટેટ ખાતે આયોજીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં  શ્યામભક્તો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શ્રી શ્યામ પ્રભુના અદ્વિતીય અલૌકિક શૃંગાર સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય પાઠવાચક તરીકે સુરતના પ્રસિદ્ધ કથાવાચક  રાકેશ અગ્રવાલ અને  રાજુ ગાડોદિયાએ પાઠ અને ભજનો દ્વારા શ્યામ મહિમાનો ગુણગાન કર્યું હતું. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર-ભરૂચના ટ્રસ્ટીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories