બનાસકાંઠા: કલેક્ટર વરૂણકુમાર બરનવાલે શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું

અંબાજીમાં સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી

બનાસકાંઠા: કલેક્ટર વરૂણકુમાર બરનવાલે શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું
New Update

ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું

અંબાજીમાં સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલા મોટા આયોજનને પહોંચી વળવું એ માં અંબાના આશીર્વાદ વગર શક્ય નહોતું એમ જણાવી કલેકટર વરુણકુમાર બરનવાલે માં અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્ય સરકાર, સમગ્ર ટીમ બનાસકાંઠા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ સહિતનો આભાર માન્યો હતો.

માં અંબાને પૂનમના પવિત્ર દિવસે ધ્વજારોહણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા.તા.23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન માટે ઉમટ્યા હતા.

#GujaratConnect #Banaskantha #ધ્વજારોહણ #શક્તિપીઠ અંબાજી મંદિર #Ambaji Melo #ભાદરવી પૂનમ મેળો #ભાદરવી પૂનમ #Ambaji Mandir #Banaskantha Collector #Varunkumar Baranwal #Shaktipeeth Ambaji temple. #BhadarviPoonam
Here are a few more articles:
Read the Next Article