Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : હાંસોટના આલિયા બેટ સ્થિત બિલીયાઇ માતા મંદિરના 27મો પાટોત્સવ, આહિર સમાજ દ્વારા ઉજવણી કરાય

માલઢોરોનું માતાજી રક્ષણ કરતા હતા. ત્યારબાદ પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા બીલીયાઇ માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું

X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયા બેટ ખાતે આવેલ બિલીયાઇ માતા મંદિરના 27મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો પહેલા આહિર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા, ત્યારે આવા સમયે તેઓના પશુઓને ચારો ન મળતા તેઓ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયા બેટ વિસ્તારમાં આવીને વસ્યા હતા.

ત્યારથી આજદિન સુધી આલિયાબેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો વસવાટ કરે છે. કહેવાય છે કે, જ્યારે તેઓ અહી પોતાના પશુઓ સાથે આવીને રાત્રી રોકાણ કરતાં ત્યારે આ સ્થાન પર તેઓને તેમજ તેમના માલઢોરોનું માતાજી રક્ષણ કરતા હતા. ત્યારબાદ પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા બીલીયાઇ માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ મંદિરને આજે 27 વર્ષ પૂર્ણ થતા મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આલિયા બેટ ખાતે બિલીયાઇ માતાજી, મુગલાઇ માતાજી, મેલડી માતાજીના આ મંદિરે શ્રીફળ હવન, મહાઆરતી, મહાપ્રસાદી તેમજ જાગરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેન્કના એમડી. અજયસિંહ રણા, વહીવટી સંચાલક તથા 151 વાગરા વિધાનસભાના આઈટી. સેલ ઇન્ચાર્જ જયરાજસિંહ રાજ, ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ ડાહ્યા આહીર, સમાજ અગ્રણી નીરૂ આહીર તથા નવનીત આહીર સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો આલિયા બેટ ખાતે માતાજીના દર્શને આવી ધન્ય બન્યા હતા.

Next Story