ભરૂચ: ડભોઈયાવાડ વિસ્તારમાં નિર્માણ પામશે ભવ્ય શિવ મંદિર, હિન્દુ સંગઠનોએ બીડુ ઉપાડ્યુ

મંદિરનો જીર્ણોદ્ધાર ઉઠાવવા માટે હિન્દુ સંગઠનો આગળ આવ્યા હતા અને હિન્દુ સંગઠનોના પ્રયાસથી મંદિરનું ખાતમુર્હુત કરી હાલ મંદિર નવનિર્માણ પામી રહ્યું છે.

New Update
ભરૂચ: ડભોઈયાવાડ વિસ્તારમાં નિર્માણ પામશે ભવ્ય શિવ મંદિર, હિન્દુ સંગઠનોએ બીડુ ઉપાડ્યુ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટા ડભોઇયાવાડ ખાતે વર્ષો જૂની માત્ર મહાદેવની ડેરી હતી જેને હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં શિવજીનું મંદિર નાનકડું હતું પરંતુ સ્થાનિકોની રજૂઆતના પગલે આ મંદિરનો જીર્ણોદ્ધાર ઉઠાવવા માટે હિન્દુ સંગઠનો આગળ આવ્યા હતા અને હિન્દુ સંગઠનોના પ્રયાસથી મંદિરનું ખાતમુર્હુત કરી હાલ મંદિર નવનિર્માણ પામી રહ્યું છે.મંદિરમાં સાપના રાફડા હોવાના કારણે મંદીરનું મહત્વ હોવાનું પણ માનવામાં આવે છે અને મંદિરના જીર્ણોદ્ધાર બાદ શિવજીની ધાર્મિક વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે...

Latest Stories