ભરૂચ: જંબુસરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સાતમાં દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું

ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાના નાદથી વિસર્જન કર્યું હતું.નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા...

New Update

ભરૂચના જંબુસરમાં ગણેશ મહોત્સવની પુર્ણાહુતી

સાતમા દિવસે વિસર્જનની વર્ષો જૂની પરંપરા

નગરના રાજમાર્ગો પર વિસર્જન યાત્રા નિકળી

ઢોલ નગારાના નાદ સાથે બાપ્પાને અપાય વિદાય

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

 
ભરૂચના જંબુસરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર સાતમા દિવસે દુંદાળા દેવ શ્રી ગણેશની પ્રતિમાનું નાગેશ્વર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
ભરૂચના જંબુસરમાં સાત દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવની વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા  પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઇ કાળકા માતાના મંદિર પાસે આવેલ નાગેશ્વર તળાવ ખાતે  ઢોલ નગારા, ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુઢચ્યા વર્ષી લવકરયાના નાદથી વિસર્જન કર્યું હતું.નગરના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.
ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે  અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તો જંબુસર નગર પાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે નાગેશ્વર તળાવ ખાતે તરાપા ,તરવૈયા, લાઈટીંગ,પીવાના પાણીની સુંદર  વ્યવસ્થા કરવામાં આવી હતી
Latest Stories