ભરૂચ : તવરા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો, 27 દંપતીઓએ મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ તવરા ગાયત્રી પરિવારના સાથ સહકારથી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 જેટલા દંપતીઓએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી

New Update
  • અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • તવરા ગામમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

  • 27 જેટલા દંપતીઓએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી

  • મહાયજ્ઞ સાથે ગર્ભાધાન સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર કરાયા

  • મોટી સંખ્યામાં ગ્રામજનોએ મહાયજ્ઞ સાથે પ્રસાદીનો લાભ લીધો 

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ તવરા ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ તવરા ગાયત્રી પરિવારના સાથ સહકારથી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 27 જેટલા દંપતીઓએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. ઉપરાંત યજ્ઞ સાથે ગર્ભાધાન સંસ્કાર તેમજ અન્નપ્રાશન સંસ્કાર કરાવવામાં આવ્યો હતો. મંચ પરથી વડોદરાના ગાયત્રી પરિજન વર્ષાબેન સહિત ગાયત્રી પરિવારની સભ્ય બહેનો દ્વારા યજ્ઞ કર્મકાંડ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તવરા સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

Latest Stories