New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/hanuman-chalisa-2025-08-23-21-21-59.png)
પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર
હાંસોટના ઇલાવ ગામે આયોજન
હનુમાન મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠ કરાયા
પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો
મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/23/ilav-village-2025-08-23-21-22-21.png)
જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા.અંકલેશ્વરના સજોદ ગામના શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળ તથા સુંદરકાંડ પરિવારના બાબુભાઈ શાહ અને ગિરિશભાઈ વાળંદ અને ડહેલી ગામના ઇલા જાદવ તેમજ સંગીતવૃંદ દ્વારા અલગ અલગ રાગમાં હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા.પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવનપુત્ર હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ હતું.
Latest Stories