Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : શ્યામ ઘેલું બન્યું શહેર "કાન્હા"ના જન્મને વધાવવા કૃષ્ણ ભક્તો આતુર

કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે.

X

કોરોનાની મહામારીની નિરાશા ખંખેરી ભરૂચવાસીઓ ફરી તહેવારોની ઉજવણી થકી હકારાત્મકતા તરફ પ્રયાણ કરી રહયાં છે. સોમવારના રોજ ભરૂચ શહેર તથા જિલ્લામાં જન્માષ્ટમીના પર્વની ઉજવણીનો ભારે થનથનાટ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેર અને જિલ્લાના ગામોમાં શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે. ભરૂચ શહેરમાં આવેલાં શ્રીજી મંદિર, આચારજી બેઠક, કસક મંદિર,રણછોડજી મંદિર, સહિતના કૃષ્ણ મંદિરોમાં ભજન મંડળીઓએ ભજનોની રમઝટ શરૂ કરી દીધી છે. રાત્રિના 12 વાગ્યાના ટકોરે મંદિરના દ્વાર ઉઘડશે અને નંદ ઘેર આનંદ ભયોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. યુવાવર્ગ મટકી ફોડી નંદલાલના જન્મદિવસના વધામણા કરશે. સવારથી જ ભાવિક ભકતો ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાઓ અને તેના માટે અપ્રિતમ વાઘાઓની ખરીદી માટે નીકળી પડયાં હતાં. કોરોનાની મહામારી બાદ ફરી એક વખત જનજીવનની ગાડી પાટા પર આવી છે. લોકો દુખ અને દર્દ ભુલી ફરી તહેવારોની ઉજવણીમાં મશગુલ બની ગયાં છે.

Next Story