ભરૂચ : નવી વસાવતના ક્રિએટિવ ગ્રુપ દ્વારા "પૌરાણિક ભરૂચ" થીમ આધારિત ગણેશ પંડાલનું ડેકોરેશન, તમે પણ જુઓ...

સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

New Update
ભરૂચ : નવી વસાવતના ક્રિએટિવ ગ્રુપ દ્વારા "પૌરાણિક ભરૂચ" થીમ આધારિત ગણેશ પંડાલનું ડેકોરેશન, તમે પણ જુઓ...

કાશી પછીની અતિ પૌરાણિકનગરી અને ભગવાન ભૃગુઋષિજીએ વસાવેલા ભૃગુકચ્છ એવા ભરૂચ શહેરના નવી વસાવતમાં ગણેશ મહોત્સવ પંડાલ આયોજકો દ્વારા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

ભરૂચ શહેરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પંડાલ આયોજકો દ્વારા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, ત્યારે ભરૂચ શહેરના નવી વસાહત સ્થિત ક્રિએટિવ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ પૌરાણિક ભરૂચ નગરીના ડેકોરેશને લોકઆકર્ષણ જમાવ્યું છે. ક્રિએટિવ ગ્રુપના નવયુવાનોના વિચારોએ પૌરાણિક નગરી ભૃગુકચ્છનું સર્જન કર્યું છે.

જેમાં કાશી પછીનું સૌથી પ્રાચીન શહેર એટલે ભગવાન મહર્ષિ ભૃગુઋષિજીએ વસાવેલા ભરૂચ શહેર જેને ભૃગુકચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ગજાનંદ ગણેશજીને મહર્ષિ ભૃગુઋષિજીના સ્વરૂપમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, અને ભરૂચના વિવિધ સ્થાપત્યો અને પ્રાચીન ઓળખને ભવ્યતા સાથે રજૂ કરવામાં આવી છે. જેને લોક હૃદયમાં મોકળું સ્થાન જમાવ્યું છે.

Latest Stories