ભરૂચ: આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ અને શનિવારી અમાસ, ભૃગુઋષિ મંદિર સ્થિત શનિદેવના મંદિરે ઉમટી ભક્તોની ભારે ભીડ

ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુઋષિ મંદિર પરિસરમાં વહેલી સવારે જ મંદિરમાં ભક્તો લાંબી કતારમાં ઉભા રહી શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી

New Update
  • આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ

  • શનિવારી અમાસનો સમન્વય

  • ભૃગુઋષિ મંદિરમાં આવેલું છે શનિદેવનું મંદિર

  • દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ

  • શનિદેવને તેલ અર્પણ કરી દીપદાન કર્યું

શ્રાવણ માસના અંતિમ શનિવાર અને અમાસ નિમિત્તે ભરૂચના ભૃગુઋષિ મંદિર ખાતે શનિદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુઋષિ મંદિર પરિસરમાં આવેલ શનિદેવના મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ શનિવાર અને શનિવારી અમાસના પાવન પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
વહેલી સવારે જ મંદિરમાં ભક્તો લાંબી કતારમાં ઉભા રહી શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા. આ દિવસે શનિદેવને તિલ તેલ અર્પણ કરીને પ્રાર્થના કરવામાં આવે તો જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિદોષ શાંત થાય છે. એ જ કારણે ભક્તોએ આજે શનિદેવને તેલ ચઢાવ્યું, દીપદાન કર્યું અને વિશેષ પૂજા-અર્ચના કરીને કષ્ટ નિવારણની પ્રાર્થના કરી હતી. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પ્રસાદ અને પાણીની સુવિધા કરવામાં આવી હતી.
Latest Stories