New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
શ્રાવણ માસના અંતિમ સોમવારે આયોજન કરાયું
કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું
નવનાથ મહાદેવને કરાયો જળાભિષેક
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા નર્મદાના જળથી નવનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભ્રુગુ પુનુરુત્થાન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત નવ વર્ષથી કાવડયાત્રા યોજવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડયાત્રા યોજવામાં આવી હતી જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો.
ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા.યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી જ્યાં યાત્રાનું સમાપન થયું, ભક્તોએ નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો.
આ કાવડ યાત્રામાં સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.