ભરૂચ : ઝઘડિયા તાલુકાનું પાણેથા ગામ પરિક્રમાવાસીઓ માટે બન્યું આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર સ્થળ.

તપસ્વી સંત બ્રહ્મલીન 108 ગિરનારી બાપુની તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી. જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે.

New Update
  • ઝઘડિયા તાલુકાના પાણેથા ગામનો અનેરો મહિમા

  • 108 ગિરનારી બાપુના તપથી પ્રભાવિત પાણેથા ગામ

  • નર્મદા તટે શ્રી ગિરનારી ગુફા-આશ્રમનો સેવાયજ્ઞ

  • પરિક્રમાવાસીઓ માટે ગુરુભક્તિનું ધાર્મિક સ્થળ બન્યું

  • મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ લઈ રહ્યા છે આશ્રય 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે નર્મદા તટે તપસ્વી સંતની ભૂમિ એવી શ્રી ગિરનારી ગુફા-આશ્રમની તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસીઓ તેમજ ગુરૂભક્તો માટે શ્રદ્ધાભક્તિ અને ગુરુભક્તિનું ધાર્મિક સ્થળ બન્યું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી 35 કિલોમીટરના અંતરે આવેલ પાણેથા ગામ તપસ્વી સંત બ્રહ્મલીન 108 ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે. ગિરનારી બાપુ મૂળ ઉત્તરપ્રદેશના અકબરપુરા ગામના છે. જેઓએ તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી. જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે. નર્મદા પરિક્રમાની શરૂઆતમાં આ સ્થળ આવતું હોયજેથી નર્મદા પરિક્રમામાં નીકળેલ સંતો તેમજ પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમમાં વિશ્રામ માટે આવતા હોય છે.

પાણેથા ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસારગિરનારી બાપુને સાક્ષાત માતાજીના દર્શન થયા હતાઅને માતાજીએ તેમને શ્રીફળ આપ્યું હતું. જે આજે પણ આશ્રમમાં છે. સાથે જ આ સ્થળ નર્મદા તટે હોવાથી સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. શ્રી ગિરનારી આશ્રમ-ગુફા ટ્રસ્ટના સંચાલક મહારાજે આશ્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કેગિરનારી બાપુના ભક્તગણમાં સ્વ. ધીરુભાઈ અંબાણીનો પણ સમાવેશ થાય છે.

પાવન સલીલા માઁ નર્મદાના જળમાંથી સ્વયંભૂ પ્રગટ કાળ ભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. શ્રી ગિરનારી ગુફા-આશ્રમ તપોભૂમિ નર્મદા પરિક્રમાવાસી તેમજ સૌ ભક્તજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.

Latest Stories