/connect-gujarat/media/post_banners/9d31c1660a108b7bfeb652fa5a7bced9afc0e763415c0d1ade2bd96848c15f37.webp)
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચદેવી મંદિરના આજે 10મા પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજીના ભવ્ય પાંચદેવી મંદિરની સ્થાપના કરવામાં આવી છે.
આ મંદિરમાં બિરાજમાન શ્રી સિંધવાઈ માતાજી, શ્રી મહાકાળી માતાજી, શ્રી ખોડીયાર માતાજી, શ્રી મેલડી માતાજી અને શ્રી મુંગલાઈ માતાજી આમ પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના એક જ સ્થાનક ઉપર સ્થાપના કરી પાંચદેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી નવચંડી યજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના માઈભક્તોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા સહ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.