/connect-gujarat/media/post_banners/513a6ede405b2725046d6a4663c91097f4ca2052ba22d1d4ab59a341221f75a8.webp)
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે શ્રી શ્રેયાંસનાથ જિનાલયની સુવર્ણ જયંતિ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત જીનબજાર વિસ્તારમાં શ્રી પ્રેમ ભુવનભાનુસૂરી સમુદાયના પુજ્યપાદ દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આચાર્ય ભ.શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મધુરભાષી જૈનાચાર્ય શ્રી મુનીશરત્ન સુરિશ્વરજી મ.સા.ની નિક્ષમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની એકાવનમી સાલગીરા ત્રી-દિવસીય ભરચક અનુષ્ઠાનો પુર્વક વિપુલ જનમેદની ચારેય કોર ઉમેરીને જૈન શાસનનો જય-જય કાર કર્યો હતો. જૈન મહાસંઘે તન-મન-ધનથી જોડાઈને ઉત્સાહપુર્વક લાભ લીધો હતો.
બાળકો, યુવાનો અને વૃદ્ધો ઉલ્લાસભેર જોડાઈને શ્રી નેત્રંગ જૈન સંઘના ટ્રસ્ટીગણ, કાર્યકરો અને આરાધકો-દાનવીરો ત્રણેય દિવસ સવાર, બપોર અને સાંજે આયોજીત અનુષ્ઠાનો, પ્રભાતિયાં,અભિષેક,પુજન, સંઇયાભક્તિ,પુજ્ય ગુરૂ ભગવતોના પ્રવચનો અને સાધર્મિક ભક્તિમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવી ચાર ચાંદ લગાવ્યા હતા. વહેલી સવારથી જ પ્રભાતિયાં, સત્રરભેદી પુજામાં ધ્વજ પુજા આવતા જ કપિલા હસમુખલાલ લાલજી પરિવારે સ્વગૃહે ચતુર્થધ સંઘના પગલાં કરાવી 51મી ધજા ચડાવીને શ્રી નેત્રંગ જૈન સંઘનું સ્વામિવાત્સાલ્યનો લાભ લીધો હતો.