બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ-ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા

હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

New Update
  • વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ

  • કષ્ટભંજન હનુમાનજી મંદિરે દિવાળીના તહેવારોની ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને ફૂલનો શણગાર

  • ગુલાબ અને ગલગોટાના ફુલ દ્વારા સુંદર શણગાર કરાયો

  • ભગવાનના દિવ્ય શણગાર દર્શન કરી ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દિવાળીના તહેવારો નિમિત્તે દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલ દ્વારા દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

 શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક તહેવારો નિમિત્તે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે અલૌકિક દિવ્ય શણગારના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી હતીજ્યાં કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કરવામાં આવેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કેનૂતન વર્ષના બીજા દિવસે એટલે કેભાઈબીજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોશી વર્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાના સિંહાસને 200 કિલોથી વધુ ગલગોટા અને ગુલાબના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી હજારો-લાખો ભાવિકો ધન્યતા અનુભવી હતી.

#Salangpur Dham #Salangpur #કષ્ટભંજનદેવ હનુમાન મંદિર #Salangpur Hanuman #Hanuman Temple Salangpur #કષ્ટભંજન #હનુમાનજી મંદિર #શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિર #કષ્ટભંજન દાદા
Here are a few more articles:
Read the Next Article