Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: ઝઘડિયાના રતનપુર સ્થિત બાવાગોર દરગાહના ઉર્સની ઉજવણી,મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી

X

ભરૂચના ઝઘડિયામાં આવેલી છે બાવાગોરની દરગાડ

દરગાહના ઉર્સની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

આઠસો વર્ષ જૂની છે દરગાહ

ઉર્સ નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચના ઝઘડીયા તાલુકાનાં રતનપોર ખાતે આવેલ સંત હઝરત બાવાગોરની દરગાહ પર ઉર્સ શરિફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે.

આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળાનુ આયોજન થતુ હોય છે.હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી જેમા ભારત ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી. ઉર્સ પ્રસંગે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સની ઉજવણી સંપન્ન થઇ હતી

Next Story