દાહોદ : મધ્યપ્રદેશની એસટી. બસ પલટી મારી જતાં 20થી વધુ મુસાફરોને ઇજા…

દાહોદ : મધ્યપ્રદેશની એસટી. બસ પલટી મારી જતાં 20થી વધુ મુસાફરોને ઇજા…
New Update

મધ્યપ્રદેશની એસટી. બસને નડ્યો અકસ્માત

મોટી ખરજ નજીક કાર ભટકાતાં બસ પલટી

બસમાં સવાર 20થી વધુ મુસાફરોને પહોચી ઇજા

દાહોદના મોટી ખરજ ગામ નજીક મધ્યપ્રદેશની એસટી. બસ પલટી મારી જતાં અફરાતફરી મચી હતી. મુસાફરોને ખીચોખીચ ભરીને જતી મધ્યપ્રદેશની એસટી. બસમાં 80થી વધુ મુસાફરો સવાર હતા. આ દરમ્યાન ઇકો કાર અને એસટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે એસટી. બસ રોડની સાઈડમાં આવેલ ખાડીમાં પલટી મારી ગઈ હતી, ત્યારે બસમાં સવાર 20થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચી હતી, જ્યારે કારમાં સવાર 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. બનાવના પગલે ઘટના સ્થળે 108 ઈમરજન્સી સેવા, પોલીસ કાફલો અને લોકોના ટોળાં ભેગા થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

#injured #Dahod #passengers #Madhya Pradesh #ST #overturns #ConnectGuarat
Here are a few more articles:
Read the Next Article