New Update
આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ
ભરૂચના શિવાલયોમાં આયોજન
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ઠેર ઠેર મહાપ્રસાદીનું આયોજન
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ શહેરમાં આવેલ વિવિધ શિવાલયોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર પર્વ મહાશિવરાત્રીની ઠેર ઠેર ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નીરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સહિત અન્ય અગ્રણીઓ અને આયોજકોએ મહા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
આ તરફ ભરૂચના ઝાડેશ્વર ખાતે પાવન સલીલામાં નર્મદાના નદીના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર વહેલી સવારથી જ શિવ ભક્તો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શને ઉમટી પડ્યા હતા. આ સાથે જ મંદિર પરિષદની બહાર મેળાનો પણ લોકોએ આનંદ માણ્યો હતો. મંદિર પ્રસાશન દ્વારા શિવભક્તોને માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.
Latest Stories