Connect Gujarat
ધર્મ દર્શન 

ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે કરો ઉત્પતિ એકાદશીનું વ્રત,જાણો નિયમ અને તેનું મહત્વ

દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં બે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે, હિંદુ ધર્મમાં એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે કરો ઉત્પતિ એકાદશીનું વ્રત,જાણો નિયમ અને તેનું મહત્વ
X

માયાવી મુરે સ્વર્ગલોક ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો હતો, બધા દેવતા તેમનાથી બચવા માટે ભાગતાં ફરી રહ્યા હતાં, ભોળાનાથની આજ્ઞાનું પાલન કરીને દેવતાગણ શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચ્યા અને વિસ્તાર સાથે ઇન્દ્રને પોતાની પીડા જણાવી. દેવતાઓને મુરથી બચાવવાનું વચન આપીને ભગવાન વિષ્ણુ રણભૂમિમાં પહોંચી ગયાં. અહીં મુર સેના સહિત દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતાં. વિષ્ણુજીને જોતાં જ તેણે પ્રહાર કર્યો. એવું કહેવાય છે કે મુર-શ્રીહરિનું યુદ્ધ 10 હજાર વર્ષ સુધી ચાલ્યું હતું, વિષ્ણુજીના બાણથી મુરનું શરીર છિન્ન-ભિન્ન થઈ ગયું પરંતુ તે હાર માન્યો નહીં.

યુદ્ધ કરીને ભગવાન વિષ્ણુ થાકી ગયા અને બદ્રીકાશ્રમ ગુફામાં જઈને આરામ કરવા લાગ્યાં. દૈત્ય મુર પણ વિષ્ણુજીનો પીછો કરીને ત્યાં પહોંચી ગયો. તે શ્રીહરિ ઉપર વાર કરવાનો જ હતો કે ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી કાંતિમય સ્વરૂપ ધરાવતી દેવીનો જન્મ થયો. તે દેવીએ રાક્ષસનો વધ કર્યો. ભગવાન વિષ્ણુએ દેવીને કહ્યું કે તમારો જન્મ કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ થયો છે એટલે આજથી તમારું નામ એકાદશી હશે. આ દિવસે દેવી એકાદશી ઉત્પન્ન થયા હતાં એટલે આ દિવસને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. જે એકાદશીનું વ્રત કરે છે તેમને વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે.

દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં બે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે, હિંદુ ધર્મમાં એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉત્પન્ના એકાદશીનું વ્રત મર્શીષ માસમાં કરવામાં આવશે. આ વર્ષે આ વ્રત 20 નવેમ્બર 2022ના રોજ મનાવવામાં આવશે. તો આવો જાણીએ શું છે આ વ્રતનું મહત્વ અને તેના નિયમો.

- શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રતના દિવસે નિયમોનું પાલન કરીને જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને એકસાથે તમામ તીર્થયાત્રાઓનું ફળ મળે છે અને શ્રીહરિની કૃપા હંમેશા પરિવાર પર બની રહે છે. તેથી જ આ નિયમોનું પાલન કરો

- આ એકાદશીનાં વ્રત પર તુલસીના પાન તોડવા નહીં પરંતુ સંધ્યા સમયે તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવી 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જપ કરી અને 11 વખત પ્રદક્ષિણા કરવી.

- આ દિવસે ભક્તો અને ખાસ કરીને ઉપવાસ કરનારાઓએ ગુસ્સો અને વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ.

- આ સાથે આ દિવસે સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ અને વધારે બને ત્યાં સુધી ફળાહાર કરવું જોઈએ.

- એકાદશી વ્રતના દિવસે સાવરણીનો ઉપયોગ સાવધાનીથી કરો. આ કારણ છે કે ઝાડુથી નાના જીવોની હત્યાનો ભય હંમેશા રહે છે. જેના કારણે વ્યક્તિ પર પ્રાણીની હત્યાના પાપનો આરોપ લગાવી શકાય છે.

- એકાદશી વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો અને આ દિવસે નખ અને વાળ કાપવાનું ટાળો.

- એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો અવશ્ય જાપ કરો અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ગીતાનો પાઠ કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે.

Next Story