રાજકોટથી વેશભૂષામાં સજ્જ થયેલ સંઘ માતાજીના ધામમાં પહોંચ્યો હતો ત્યારે ચાચર ચોકમાં ગરબા તેમજ તલવાર બાજી કરવામાં આવી હતી છેલ્લા 22 વર્ષથી રાજકોટથી સવાસો લોકોનો સંઘ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચે છે આ સંઘની મહત્વની વાત કરવામાં આવે તો આ સંઘ બાર દિવસે પહોંચે છે અને સતત બારે બાર દિવસ સોળે શણગાર સજી બહેનો ચાલે છે તો ભાઈઓ પણ શભૂષામાં સજા થઈ ચાલે છે સતત ૧૨ દિવસ અવનવા વસ્ત્રો પહેરી માતાજીના ધામમાં પહોંચે છે..
રસ્તામાં પણ આ સંઘ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે આજે આ સંઘ યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યો છે માના ચાચર ચોકમાં તલવાર બાજી તેમજ ગરબા કરી માતાજીને રીઝવવાના પ્રયાસો કર્યા છે આ સંઘ દ્વારા લોકોને ઉદ્દેશ આપવામાં આવે છે કે હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ અને ટૂંકા વસ્ત્રો તેમજ અશોભનીય વસ્ત્રો પહેરી માતાજીના મંદિરમાં ન જવું જોઈએ..