ગીર સોમનાથ: ભોળાશંભુની આરાધના માટે ઉમટયું ભાવિક ભક્તોનું ઘોડાપૂર

પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

New Update

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રવણ માસના આજે ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર.જેનું ખુબ મહત્વ રહેલું છે. જ્યાં હજારોની સંખ્યામાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યમાંથી આવતા ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે અને દેશ-વિદેશથી પણ લોકો સોમનાથ મંદિર ભોળાનાથના દર્શન કરવા આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભારે સંખ્યામાં સોમનાથ મંદિરે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે.આજે પવિત્ર શ્રાવણ માસનો તૃતીય સોમવારના રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભકતો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા છે. આજે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તૃતીય સોમવાર ના રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તોની ઉમટી પડ્યા. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યમાંથી આવેલા ભાવિકો ભોળાનાથ ના દર્શન કરી ધન્ય બન્યા હતા શિવ આરાધના ના અતિ ઉત્તમ ગણાય પવિત્ર શ્રાવણ માસ માં શિવાલયમાં શિવ શંકર ના નાદથી ગુંજી ઉઠે છે. જેમાં અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પણ ભાવિકોની ભીડ જોવા મળી છે.

Latest Stories