Connect Gujarat
ધર્મ દર્શન 

ગીર સોમનાથ: સોમનાથ જવાનું થાય તો વોક વે પર અચૂક લટાર મારજો,થશે અદભૂત અનુભૂતિ

આ દ્રશ્ય છે સોમનાથ નજીક સમુદ્ર કિનારે નિર્માણ પામેલ દોઢ કિલોમીટર લાંબા વોક વેના…

X

સોમનાથ મંદિરની પાછળ વોક વે નું લોકાર્પણ થતા ની સાથે જ શ્રાવણ માસના સોમવારે વોક વે પર ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી.

આ દ્રશ્ય છે સોમનાથ નજીક સમુદ્ર કિનારે નિર્માણ પામેલ દોઢ કિલોમીટર લાંબા વોક વેના… દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી દ્વારા બે દિવસ પહેલા જ આ સમુદ્ર દર્શન વોક વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે આવતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ રહે અને જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે.યાત્રીઓની અનેક સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત 20 તારીખે નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ લોકાર્પણ બાદ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેના કારણે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે વોક વે પર ભારે ભાવિકો ભીડ જોવા મળી હતી. રૂપિયા 2.49 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ વોક વે આશરે દોઢ કિલો મીટર લાંબો છે.તેના પર સાયકલિંગ તેમજ ચાલતા ચાલતા લોકો સમુદ્ર દર્શન કરી શકે છે.

Next Story