ભરૂચ શક્તિનાથ ખાતે ગોપાલક સમાજ દ્વારા ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતી કરીને ભગવાનને પારણે જુલાવવાનો લ્હાવો ભક્તોએ લીધો

New Update

ભરૂચમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ

ગોપાલક સમાજ દ્વારા કરાઈ ઉજવણી

શોભાયાત્રામાં ગોપાલક સમાજના લોકો જોડાયા

શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી યોજાઈ શોભાયાત્રા

કૃષ્ણ જન્મ અને મટકીફોડ સહિતના પ્રસંગની કરાઈ ઉજવણી

ભરૂચમાં શક્તિનાથ ખાતે ગોપાલક સમાજના યુવાનો દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી. ભરૂચના શક્તિનાથ ખાતે ગોપાલક સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગોપાલક આહીર, ભરવાડ,રબારી સમાજના યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
અને જન્માષ્ટમી મહોત્સવમાં સાંજે 7 કલાકે શ્રવણ ચોકડી થી સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત આહિર ભરવાડ રબારી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.જે શોભાયાત્રા શ્રવણ ચોકડી થી શક્તિનાથ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી.જ્યાં રાસ ગરબા અને ત્યાર બાદ મધ્યરાત્રીના 12 બારના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતી કરીને ભગવાનને પારણે જુલાવવાનો લ્હાવો ભક્તોએ લીધો હતો,અને ત્યારબાદ મટકીફોડ કાર્યક્રમ યોજીને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories