દિવાળી પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ...

નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.

New Update
દિવાળી પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ...

નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજ્વવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બરે દિવાળીનો પર્વ ઉજવાશે. હિન્દુ ધર્મના બધા જ તહેવારોમાં આ દિવાળીનો પર્વ સૌથી મોટો માનવામાં આવે છે. દિવાળી પહેલા ઘર અને મંદિરની સાફ સફાઈ પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિ અને માતા લક્ષ્મીનું પૂજન થાય છે. દિવાળીના 5 દિવસ પહેલાથી જ ઘરમાં દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર રામ ભગવાન 14 વર્ષ વનવાસ ભોગવીને અયોધ્યા પાછા ફર્યા હતા તે ખુશીમાં આ તહેવાર ઉજ્વવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરે માતા લક્ષ્મીની પુજા કરવાથી જીવનભર ધન ધાન્યની અછત સર્જાતી નથી. માતા લક્ષ્મીની પૂજા સાથે અમુક વસ્તુઓ ઘરમાં લઈ આવવાથી વિશેષ લાભ થાય છે અને તે સુભ ગણાઈ છે. તો ચાલો તમને વીએ એ ખાસ વસ્તુઓ જેથી માતા પ્રસન્ન થાય છે.

શ્રી યંત્ર

દિવાળીના દિવસે શ્રી યંત્ર ખરીદીને ઘરમાં સ્થાપિત કરવું અતિ શુભ માનવામાં આવે છે. શ્રી યંત્ર ખરીદી ઘરમાં રાખવાથી ધનમાં વૃધ્ધિ થાય છે. સાથે સાથે વ્યકતી પણ સમૃધ્ધ થાય છે.

ગોમતી ચક્ર

શ્રી યંત્રની જેમ ગોમતી ચક્ર ઘરે લાવવું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પરિવાર સંપન્ન રહે છે. દિવાળીના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને ઘરમાં લાવી લક્ષ્મીજીની પુજા સાથે તેની પૂજા કરવાથી અને પછી તેને તિજોરીમાં રાખવાથી ધનની વૃધ્ધિ થાય છે.

લક્ષ્મી ગણેશ મુર્તિ

દિવાળીના દિવસે લક્ષ્મી અને ગણેશજીની મુર્તિ ખરીદીને ઘરે રાખવું શુભ મનાય છે. આ મુર્તિ ઘરે રાખીને તેની પૂજા કરવાથી ધન ધાન્યની ખામી રહેતી નથી.

લાલ વસ્ત્ર અને શૃંગારનો સામાન

દિવાળીના દિવસે નવા કપડાં પહેરવામાં આવે છે. સાથે જ આ દિવસે લાલ રંગના વસ્ત્રો ખરીદવા શુભ માનવામાં આવે છે. આ દિવસે શૃંગારનો સમાન લઈને ઘરે રાખવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બનેલી રહે છે.

Latest Stories