Connect Gujarat
ધર્મ દર્શન 

જામનગર: ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની વધી માંગ

ગણેશોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટીની મુર્તિઓ તૈયાર કરી છે

X

ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશજીની વિવિધ આકાર, સ્વરૂપની મુર્તિઓ બજારમાં જોવા મળી રહી છે. કારીગરો પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરે છે, જામનગરના યુવા કલાકાર અને પિતા દ્વારા માત્ર માટીની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે.

ગણેશોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જામનગરના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટીની મુર્તિઓ તૈયાર કરી છે. તમામ મુર્તિઓ ઇકો ફ્રેન્ડલી ગણેશની મુર્તિ બનાવવામાં આવી છે. મુર્તિ માટે ખાસ ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બુટવો માટી, ખેતરની કાળી માટી અને થાનની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુર્તિમાં ખાસ વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ એક મુર્તિને તૈયાર થતા અંદાજીત 20 થી 22 દિવસનો સમય લાગે છે. આ મુર્તિને આકાર આપ્યા બાદ માટીમાં રહેલા ભેજને દુર કરવા દિવસો સુધી એક જગ્યા પર રાખી સુકવવામાં આવે છે. બાદ તેને મુર્તિનો આકાર આપી ફીનીંસીગ વર્ક કરવામાં આવે છે. આ અગાઉ પીઓપીની મુર્તિઓનો ઉપયોગ ગણેશ ઉત્સવમાં વધુ થતો. પરંતુ પર્યાવરણને બચાવવા માટે ઇકો ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ રહે છે. તો અનેક કારીગરો પણ માત્ર ઈકોફેલ્ડેલી ગણેશની મુર્તિઓ તૈયાર કરે છે.

જોકે, હવે ગણેશ મંડળના સંચાલકો વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મુર્તિ લેવાનો આગ્રહ રાખે છે. જે માટે હાલ રૂપિયા 400થી લઈ 8000 રૂપિયા લોકો ચુકવે છે. માટીની મૂર્તિ હોવાથી તેના વિસર્જન બાદ પર્યાવરણને નુકશાન થતુ નથી. જેથી કલાકરો દ્રારા પણ ઇકોફેલ્ડલી ગણેશની મૂર્તિઓ તૈયાર કરવામા આવી છે.

Next Story