Connect Gujarat
ધર્મ દર્શન 

ખેડા : જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે વડતાલના સ્વામિનારાયણ મંદિરે અને ડાકોરના ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક કેસર સ્નાન કરાયા

વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.

X

ખેડા જિલ્લાના દેવાલયોમાં આજરોજ જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, જ્યાં ભગવાનના દર્શન સહિત વિવિધ ધાર્મિક પ્રસંગનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજરોજ જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે ખેડા જિલ્લાના વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં હરીભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારે 5:15 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંગળા આરતી અને ત્યારબાદ 5:30 કલાકે જયેષ્ઠાભિષેક પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ હરિભક્તોએ જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનને કરવામાં આવતા કેસર સ્નાનના ભવ્ય દર્શન અને શણગાર આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તો બીજી તરફ, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આજે પુનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દર્શન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. જોકે, જ્યેષ્ઠા અભિષેક સ્નાનના દર્શનનો ભક્તોમાં અનેરો મહિમા છે, ત્યારે દર્શનનો લ્હાવો લઈ ભક્તો ધન્ય થયા હતા.

Next Story