/connect-gujarat/media/post_banners/324e93f4f21cc038ff374c59ae3dcd581739d8e7e0bd69a725f336129103d682.webp)
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે આજે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા દિલધડક દૃશ્યો રજૂ કરાયા. 13 મિનિટના શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજે આ તીર્થના હ્રદયતીર્થ સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી. હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
કિંગ ઓફ હનુમાન'ની વિશેષતાઓ:
- મુકુટ: 7 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
- મુખારવિંદ: 6.5 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
- હાથનું કડુ: 15 ફૂટ ઊંચુ, 3.5 ફૂટ પહોળું
- હાથ: 6.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
- પગ: 8.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
- આભૂષણ: 24 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા
- પગના કડા: 15 ફૂટ ઊંચા, 2.5 ફૂટ પહોળા
- ગદા: 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી