ભાદરવા સુદ પૂનમના રોજ થશે ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ ખગોળશાસ્ત્રીય ઘટનાનું વિશેષ મહત્વ
સોમનાથ મંદિરમાં ગ્રહણની અસર જોવા મળશે
સોમનાથમાં નિયમિત પૂજા આરતી રહશે મોકૂફ
દર્શનાર્થીઓ માટે મંદિર રહેશે ખુલ્લું
આગામી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવી પૂનમે સોમનાથ મંદિરમાં ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ, સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી મોકૂફ રહેશે.
ભાદરવા સુદ પૂનમ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ નિમિત્તે સોમનાથ મંદિરમાં મધ્યાહન પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે. ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ, રુદ્રાભિષેક અને પાઠાત્મક અનુષ્ઠાન પણ બંધ રહેશે. જ્યારે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે અને ભક્તો દર્શનનો લ્હાવો લઈ શકશે.
પ્રભાસ ક્ષેત્રમાં ગ્રહણનો વેધ સવારે 11:19 કલાકે શરૂ થશે. ગ્રહણ સ્પર્શ રાત્રે 8:10 કલાકે થશે. ગ્રહણ મધ્ય રાત્રે 11:21 કલાકે થશે. ગ્રહણ મોક્ષ 8 સપ્ટેમ્બરે મધરાત્રે 2:05 કલાકે થશે.
8 સપ્ટેમ્બર,2025ની સવારથી મંદિરમાં નિયમિત પૂજા-આરતી અને ધાર્મિક વિધિઓ ફરી શરૂ થશે.પરંપરા અનુસાર ચંદ્ર ગ્રહણ દરમિયાન મંત્રજાપનું વિશેષ મહત્વ છે.