ઓક્સફર્ડ યુનિ.ના પ્રો. શૌનક ૠષિ દાસે લીધી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ની મુલાકાત...

New Update
ઓક્સફર્ડ યુનિ.ના પ્રો. શૌનક ૠષિ દાસે લીધી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.ની મુલાકાત...

સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ અને યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુના ઉપક્રમે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાતે આવેલા પ્રો. શૌનક દાસે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મહત્વપુર્ણ વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન અને તેનો હાર્દ વિદ્યાર્થીઓને ભણાવવાની બહુ જરુર છે. ભારતીયોએ હિન્દુ ધર્મ અંગે વિશ્વમાં જે પણ ગેરસમજ છે, તે દૂર કરવી હશે તો તેની સાચી જાણકારી આપવી પડશે અને તે માટે તેમણે પોતે હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરવો જેઈએ. ભારતમાં રહેતા હિન્દુઓએ પોતે પણ વધારે ઉંડાણપૂર્વક હિન્દુ ધર્મને સમજવાની જરૂર છે.

આ તકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત સેનાપતિએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ દ્વારા હવે સંયુક્ત રીતે સેન્ટર ફોર એક્સેલન્સ શરૂ કરવા વિચારી રહ્યા છીએ. બ્રિટનના સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના સ્થાપક પ્રો. પ્રો. શૌનક દાસે પોતાના વક્તવ્ય દરમિયાન સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના માટે પ્રસ્તાવ મુકર્યો હતો, અને તેને યુનિવર્સિટીના કુલપતિએ સ્વીકાર્યો હતો. અગાઉ થયેલા એમઓયુને આગળ વધારવાના ભાગરૂપે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરીને તેના થકી વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મને લગતા ડિગ્રી, સર્ટિફિકેટ અને પીએચડીના કોર્સ પણ ઓફર કરવાની વ્યાપક તકો રહેલી છે.

Latest Stories