/connect-gujarat/media/media_files/2025/03/02/TrcZi44MIrhHGkkhZMiO.png)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા.જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી.ત્યારબાદ તેઓ સાસણ જવા રવાના થયા હતા.વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.સાસણમાં રાત્રી રોકાણ બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે,જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના શરણમાં 10 મિનિટ સુધી પૂજન અર્ચન કર્યું હતું,અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ વિવિધ દ્રવ્યો સાથે શિવલિંગ પર અભિષેક કર્યો હતો.આ પ્રસંગે મંદિરના પૂજારી દ્વારા પીએમ મોદીના કપાળે ચંદનનો લેપ પણ કરવામાં આવ્યો હતો.