અંકલેશ્વર: રાણા સ્ટ્રીટમાં વર્ષો જૂની પરંપરા અનુસાર ઉભા ગરબાનું આયોજન, યુવાનો 9 દિવસ કરે છે માતાજીની આરાધના

300 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબાનું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબે ઝૂમે છે

New Update
  • અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ઉજવણી

  • રાણા સ્ટ્રીટમાં પરંપરાગત ઉજવણી

  • ઉભા ગરબાનું કરવામાં આવે છે આયોજન

  • સમાજના યુવાનો કરે છે માતાજીની આરાધાના

  • 300 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

અંકલેશ્વરની રાણા સ્ટ્રીટમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ઉભા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના યુવાનો 9 દિવસ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે.
નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ખાતે રાણા સ્ટ્રીટમાં ઉભા ગરબા યોજાય છે. 300 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબાનું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં 3 ગોખમાં માતાજીનું સ્થાપન કરી માથે મૂકી ગરબા ઝૂમે છે. સમાજના યુવાનો ગાયક- વાંજિત્ર વાદકના સથવારે અસલ પ્રાચીન એક તાળી, બે તાળી ગરબા  યોજવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન ગરબા સંયોગથી સમાજ દરેક યુવાનો ગરબા તાલે ઝૂમી પરંપરા સાચવી રાખી છે.
ગરબા રમનાર, ગાનાર અને ઢોલક પણ ઉભા રહી ને જ માતાજીની અનોખી રીતે  આરાધના કરી રહ્યા છે.રાત્રી ગરબા પૂર્ણ થતા પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલાવાડ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે. અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘુમતા ધુમતા દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે.
Latest Stories