સુરેન્દ્રનગર : નૂતન વર્ષે ગૌવંશ સાથે જોડાયેલી અનોખી પરંપરા, જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત..!

ગામના ગોપાલકો આગળ દોડે છે, અને પાછળ ગાય માતા દોડે છે. ગાય માતા દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે.

સુરેન્દ્રનગર : નૂતન વર્ષે ગૌવંશ સાથે જોડાયેલી અનોખી પરંપરા, જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત..!
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા અને વડગામના ગ્રામજનો ગાય માતાઓને દોડાવી નવા વર્ષના દિવસની અનોખી રીતે ઉજવણી કરે છે. જેને જોવામાં આ દ્રશ્યો ફ્રાન્સની બુલ રેસથી પણ ઓછા નથી હોતા.

હિન્દુ ધર્મમાં બેસતું વર્ષ એટલે કે, નવા વર્ષને અલગ અલગ પરંપરા મુજબ આવકારવામાં આવતું હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામડાઓમાં બેસતા વર્ષે ગાય માતાને દોડાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. પાટડી તાલુકાના સાવડા અને વડગામમાં ગ્રામજનો નવા વર્ષને અનોખી રીતે આવકારે છે, જ્યાં ગામના ગોપાલકો આગળ દોડે છે, અને પાછળ ગાય માતા દોડે છે. ગાય માતા દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે.

જે જોવામાં ફ્રાન્સની બુલ રેસથી પણ ઓછું નથી હોતું. ગામના વતનીઓ ક્યાંય પણ રહેતા હોય બેસતા વર્ષની આ પરંપરામાં હાજરી આપવાનું ભૂલતા નથી. જોકે, ગાયોને દોડાવવાની ગૌધુલી પંરપરામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉપસ્થિત હોય છે. અને મોટી સંખ્યામા ગ્રામજનોએ ગૌધુલીની પરંપરામા ભાગ લેતા હોય છે.

#Surendranagar #unique tradition #Gujarati News #Surenranagar Samachar #New Year #નુતન વર્ષ #Patdi Gujarat #ગૌવંશ #અનોખી પરંપરા #Surendranagar Patdi #ગૌધુલી પંરપરા #ગાય
Here are a few more articles:
Read the Next Article