New Update
આજે શ્રાવણ વદ સાતમ
શીતળા સાતમના પર્વની ઉજવણી
ધ્રાંગધ્રાના 215 વર્ષ જુના મંદિરે ઉમટયું માનવ મહેરામણ
શીતળા માતાજીની કરાય આરાધના
લોકોએ મેળામાં મહાલવાની પણ મજા માણી
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે આજે માનવ મહેરામણ ઉમટયું હતું સાથે મેળામાં મહાલવાની પણ મજા માણી હતી. અને સ્ટેટ વખતનું આ મંદિર છે.શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ જુનું છે
આજે વહેલી સવારથી લાંબી લાઇનો આ મંદિરે જોવા મળી હતી.શ્રાવણ વદ સાતમ આઠમ નોમ અને દશમ એમ ચાર દિવસ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે.
Latest Stories