Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા : પૌરાણિક દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં 10 દિવસીય દશાહરા મહોત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગ યોજાયો

મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો

X

તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પૌરાણિક પર્વ ગંગા દશાહરા મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના પૌરાણિક દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પૃથ્વીલોક પર ગંગા મૈયાના અવતરણની સ્મૃતિમાં જેઠ સુદ એકમથી ગંગા દશાહરા મહોત્સવનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થયો હતો.

રોજે રોજ સાયંકાળે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે ભૂદેવો દ્વારા નર્મદાજી-ગંગાજીના પૂજન-અર્ચન સહિત મહાઆરતી અને ભક્તિ સભર કાર્યક્રમો પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી યોજાયા હતા. જેનો લાભ લાખો શ્રદ્ધાળુઓ સહિત સંતો-મહંતો, મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓએ લીધો હતો. પુણ્ય સ્નાન સાથે ભાવિક ભક્તો દ્વારા નર્મદા મૈયાને શ્રીફળ, કુમકુમ, દૂધ, પુષ્પ તેમજ ચુંદડી, સાડી અર્પણ કરી મહાઆરતીમાં જોડાઈને કૃતાર્થ થયા હતા,

ત્યારે ગત ગુરૂવારના રોજ 10 દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો પુર્ણાહુતી દિન હોય, જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો. ચાંદોદના મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ અને માર્કંડેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર હકડેઠઠ શ્રદ્ધાળુઓ-યાત્રિકો જોવા મળ્યા હતા. ગંગા દશાહરા મહોત્સવના અંતિમ દિને ગંગા દશહરા સમિ

Next Story