New Update
/connect-gujarat/media/media_files/2024/11/06/JwlCwCfV18RmHUsT8Yd1.jpg)
દિવાળી પર્વની શરૂઆતથી તેના અંત સુધીમાં વિવિધ તહવેરોની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે.જ્યારે નવા વર્ષી શુભપ્રભાત થાય ત્યારથી વેપારીઓ લાભ પાંચમનાં પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે.શુભ મુહૂર્તમાં ધંધા રોજગાર પર પૂજન વિધિ કરીને નવા વર્ષથી વેપારી શુભ શરૂઆત કરવામાં આવે છે.જેમ ધનતેરસ અને દિવાળીમાં ચોપડા થતા લક્ષ્મી પૂજનનું મહત્વ રહેલું છે,તે મુજબ લાભપાંચમ નિમિત્તે કારખાના,ઓફીસ ,પેઢી સહિતના રોજગાર લક્ષી સ્થાનો પર વિશેષ પૂજન અર્ચન કરીને કાર્યની શુભ શરૂઆત કરવામાં આવે છે.
કારતક મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ એટલે લાભ પાંચમ.દિવાળીના તહેવારોની ઉજવણી બાદ, નવા વર્ષને આવકાર્યા પછી આવતો આ એક અગત્યનો તહેવાર છે. આ તિથિ જાણે દિવાળીના તહેવારની પૂર્ણાહુતિ સમાન છે. આ આ દિવસ પછી દિવાળીના તહેવારોની ભવ્યતા, ધાર્મિકતા તથા આધ્યાત્મિકતા અહીંથી જાણે અન્ય સ્વરૂપે પ્રગટ થશે અને આગળના જીવનને સાર્થક બનાવશે તેવી પ્રતીતિ થાય છે.
દિવાળીના તહેવારો જે તાદાત્મ્યતાથી ઉજવાય છે તેને કારણે તહેવારોની આવી પૂર્ણાહુતિ બાદ પણ, આ તહેવારો દ્વારા સર્જાયેલ માનસિકતા લગભગ આખું વર્ષ જળવાઈ રહે છે. આ પૂર્ણાહુતિ પણ છે અને શરૂઆત પણ. આ અંત પણ છે અને સર્જન પણ. એક રીતે જોતા આ સર્જન યુક્ત અંત છે – પ્રારંભ યુક્ત પૂર્ણાહુતિ છે. વ્યવસાયિક તથા વ્યાપારી સંસ્થાઓમાં અહીં ઉત્સવિયતાનો અંત આવે છે અને નવા વ્યવહારની શરૂઆત થાય છે.