સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ-શ્રી પરશુરામ સંગઠનનો સહયોગ
શહેરના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે આયોજન કરાયું
શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન
સર્વપિતૃ તર્પણ વિધિમાં 20થી વધુ યજમાનોએ લાભ લીધો
કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન
શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને "સમૂહ સર્વપિતૃ તર્પણ" વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ, શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે, ત્યારે તા. 21 સપ્ટેમ્બરને ભાદરવા વદ અમાસ શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે જાણીતા કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા "સમૂહ સર્વપિતૃ તર્પણ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિમાં 20થી વધુ યજમાનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે, બ્રહ્મ શોષ્યલ ગ્રુપના પ્રમુખ યોગેશ જોષી, બ્રહ્મ અગ્રણી રાજુ દેસાઈ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, યશ પાઠક, હેમલ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.