શ્રાવણ માસ બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો મહાસાગર ઉમટ્યો

શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

New Update

આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર

શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર

દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

ટ્રસ્ટ દ્વારા પાલખી યાત્રાનું કરાયુ આયોજન

પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે ભક્તોનો મહાસાગર હતો ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય ભક્તોનો મહાસાગર ઉમટયો હતો.
શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા.ટ્રસ્ટના જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સાથે પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી.જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
#Shravan Mass #પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ #શિવજીની આરાધના #સોમનાથ મહાદેવ #Somnath Temple #સોમનાથ મહાદેવ મંદિર #પવિત્ર શ્રાવણ માસ #શ્રાવણ માસ
Here are a few more articles:
Read the Next Article