Connect Gujarat
ધર્મ દર્શન 

વડોદરા: 1100 કિલોનો દીવો અયોધ્યા મોકલવામાં આવશે,જુઓ શું છે વિશેષતા

રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો

X

વડોદરા ખાતેથી 108 ફૂટ લાંબી ધૂપસળી અયોધ્યા ખાતે મોકલાયા બાદ 1100 કિલોનો દીવો અયોધ્યા મોકલવામાં આવશે અયોધ્યામાં રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા ખાતે રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો છે જે અયોધ્યા ખાતે મોકલવામાં આવશે.આ દીવામાં 800 કિલો જેટલું ઘી પૂરી શકાય છે અને તે સતત એક વર્ષ સુધી અખંડ પ્રજ્વલિત રહી શકે છે.

Next Story