ધોરાજી: આંબાવાડીમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઇસમોને પકડી કેસ કરતી પોલીસ

New Update
ધોરાજી: આંબાવાડીમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઇસમોને પકડી કેસ કરતી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે ધોરાજી પોલીસ ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

દરમીયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે ધોરાજી આમબાવાડીમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા આહમદભાઈ મહામદભાઈ ચૌહાણ,સિકંદર મામદભાઈ ગબોલ, બોદુ કારીમાભાઈ શેખ, અફરોજ હાબીબભાઈ બીડિવાલા, ઇમરાન વલીમામદ કરગથરા, વસીમ અમનભાઈ નાઈ રહે. બધા ધોરાજીવાળાને રોકડા રૂપિયા ૬૩૩૦/- તથા મોબાઈલ નંગ-પાંચ કી.રૂ.૭૫૦૦/- તથા મળી કુલ રૂ ૧૩૮૩૦/- ના મુદ્દામાલ સાથે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Latest Stories