• ભરૂચ શહેરને અડીને આવેલું છે રહાડપોર ગામ

  • મિલન નગર સોસાયટીમાં સમસ્યા

  • બિસ્માર માર્ગના કારણે મુશ્કેલી

  • ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ

ભરૂચ શહેરને અડીને આવેલ રહાડપોરની મિલન નગર સોસાયટીના રહીશો બિસ્માર માર્ગો અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલન નગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરના કારણે  મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ તૂટી જતાં ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતાં રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે. રહીશોએ તંત્ર પાસે પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.