Connect Gujarat
Diwali Celebration

રાજ્યમાં એકમાત્ર સાવર અને કુંડલા ગામ વચ્ચે દિવાળીના દિવસે જામે છે "ઇંગોરીયા યુધ્ધ"

સાવરકુંડલામાં દિવાળીની થાય છે અનોખી રીતે ઉજવણી, સાવર અને કુંડલા ગામ વચ્ચે ઇંગોરીયા યુદ્ધની પરંપરા

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જ્યાં દિવાળીની રાત્રે શિવાકાશીના ફટાકડાના બદલે દેશી હર્બલ ગણાતા ઇંગોરીયા ફટાકડાનું યુધ્ધ ખેલાય છે, ત્યારે શું છે આ ઇંગોરિયા ફટાકડા અને કેવું ખેલાઈ છે ઇંગોરીયાનું યુધ્ધ. જોઈએ આ સ્પેશીયલ રિપોર્ટમાં...

આ છે દેશી હર્બલ ગણાતા ફટકડા એટલે ઇંગોરીયા. આ ઇંગોરીયાનું એકમાત્ર યુધ્ધ ખેલાતું હોય તો તે ખેલાઈ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં... દિવાળીના દિવસે સાવરકુંડલા શહેરમાં ઇંગોરીયા યુદ્ધ રાજવી કાળથી ખેલાઈ રહ્યું છે. જોકે, ઈંગોરીયાના વૃક્ષો જ લુપ્ત થતા તેનું સ્થાન કોકડાએ લીધું છે, અને સાવર અને કુંડલા ગામ વચ્ચે એક નાવલી નદી આવેલી છે. જેથી સાવર અને કુંડલા બન્ને અલગ અલગ થાય છે. જૂની પરંપરા અનુસાર, દિવાળીના દિવસે ખાસ પ્રકારના ફટાકડાથી યુદ્ધ ખેલાય છે. જોકે, હાલ યુવાનો દ્વારા આ યુદ્ધની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને ઈંગોરીયાની લડાઈ પણ કહેવામાં આવે છે.

ઇંગોરિયા એટલે એક વૃક્ષ ઉપર થતું ફળ, તેને વૃક્ષ ઉપરથી એક માસ પૂર્વે મોટી માત્રામાં ઉતારી લાવવામાં આવે છે. ત્યારબાદ જેને સૂકવી દઈ એક પ્રકારના ફટાકડા તરીકે તૈયાર કરવામાં આવે છે. પણ હવે ઇંગોરિયાની જગ્યાએ કોકડાએ સ્થાન લીધું છે, ત્યારે હાલ સાવરકુંડલામાં રહેતા યુવાઓ દ્વારા કોકડાની તૈયારીઓ કરવામાં આવી છે. ઇંગોરીયા બનાવવામાં ગંધક, સુરોખાર અને કોલસો મેળવી હર્બલ દારૂગોળો તૈયાર થાય છે. જે દારૂગોળો કોકડામાં ભરી આ ફટાકડા તૈયાર કરવામાં આવે છે. દિવાળીના દિવસે કોઈ નાત-જાતના ભેદભાવ વિના ઇંગોરીયા યુદ્ધ જામે છે, ત્યારે આ યુદ્ધને માણવા અમદાવાદ, સુરત અને મુંબઈ સહિત દૂર દૂરથી લોકો આવે છે. આ સાથે જ દિવાળીની રંગીન રાતમાં ઈંગોરીયા યુદ્ધ નિહાળી લોકો ખૂબ પ્રભાવિત થાય છે.

Next Story