નેત્રંગ પોલીસને બાતમી મળી હતી કે નેત્રંગથી માંડવી રોડ પર આવેલ આશીર્વાદ.
ક્લિનિકમાં પીયુષ શર્મા નામનો ઈસમ કોઇ પણ જાતની ડીગ્રી વિના લોકોને દવા આપી જીવ જોખમમાં મૂકી રહયો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા બોગસ તબીબ પોલીસ ના હાથે ઝડપાયો હતો. પોલીસે ક્લિનિકમાં તપાસ કરતાં રૂપિયા 16 હજારની કિમતના અલગ અલગ કંપનીની દવા, ઈન્જેકશ તથા અન્ય સાધનો મળી આવ્યા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ભરૂચ જીલ્લામાં બોગસ તબીબોનો જાણે રાફડો ફાટયો છે. ભરૂચ પોલીસે જિલ્લામાંથી અત્યારસુધીમાં 20થી વધુ બોગસ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
