સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાનના શિખર લર ધ્વજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. ગઇકાલે મંદિર પરવીજળી પડવાની ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત પણે મેઘમહેર થઈ રહી છે ત્યારે ગઈકાલે દ્વારકામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વેળા દ્વારકાના જગત મંદિરના શિખર પર વીજળી પડી હતી. સદનસીબે વીજળી પડવાની ઘટનામાં કોઇ નુકશાન થયું ન હતું પણ ધ્વજાને નુકશાન થયું હતું. વીજળી પડવાની ઘટના બાદ મંદિરના વહીવટદાર તરફથી એક મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. જગત મંદિરના શિખર પર હવે દ્વાજજી ને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને આ નિર્ણયનો અમલ શરુ કરી દેવાયો છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170