ભરૂચના હાંસોટ ખાતે આયોજન
ઇલાવના સદગુરુ આશ્રમ ખાતે આયોજન
લક્ષ્મી હવનનું આયોજન કરાયું
ધાર્મિક કાર્યક્રમો યોજાયા
80 યજમાનોએ લીધો લાભ
ભરૂચના હાંસોટના ઈલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે લક્ષ્મી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીસુક્તની 27 હજાર આહુતિ આપવામાં આવી હતી.
ભરૂચના હાંસોટના ઈલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે સ્નેહલ મહેતા મહારાજના સાનિધ્ય અને પ્રેરણાથી દિવ્ય ભક્તિ અને ભજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે મા લક્ષ્મીજીની કૃપા તથા આશ્રમની પવિત્રતા અર્થે શ્રી સુક્તની ૨૭,૦૦૦ આહુતિ સાથે મહાહવન યોજાયો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.હવન દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હવનના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો.આ મહાયજ્ઞમાં 80 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો
