રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આયોજન કરાયું
રાજપૂત છાત્રાલય ખાતે પ્રદર્શન મેળાને ખુલ્લો મુકાયો
આગેવાનો સહિત સભ્ય બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા
રાખડી, સાડી, ડ્રેસ, કટલરી-કોસ્મેટિક આઈટમ મળશે
પ્રદર્શન મેળાનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા રાખડી, સાડી સહિતના ડ્રેસ મટિરિયલ્સના 2 દિવસીય પ્રદર્શન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ-ભરૂચ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે પ્રદર્શન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ઘણા લાંબા સમય અને લોકોની માંગણીને માન આપી તા. 8 અને 9 ઓગસ્ટ-2026’ના રોજ 2 દિવસ માટે પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રદર્શન મેળામાં રક્ષાબંધનના તહેવારને લઈને રાખડી, દરબારી સાડી, ચણીયા ચોળી, દુપટા, કુર્તી, ડ્રેસ મટીરીયલ, કટલરી અને કોસ્મેટિક આઈટમ, દરબારી જવેલરી, હર્બલકેર સહિત રાજસ્થાની હેન્ડક્રાફટ આઇટમનું પ્રદર્શન સહ વેંચાણ કરવામાં આવશે, ત્યારે આ પ્રદર્શની મોટી સંખ્યામાં જનતાને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. આ પ્રસંગે રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
