New Update
-
અંકલેશ્વરમાં બન્યો બનાવ
-
બોર્ડની પરીક્ષા દરમ્યાન બનાવ બન્યો
-
ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનીની તબિયત લથડી
-
શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ
-
108 એમબ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાય
અંકલેશ્વરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે ત્યારે પરીક્ષાના તણાવમાં વિદ્યાર્થીઓ આવી જતા હોય છે આવો જ બનાવ આજરોજ અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો હતો.
અંકલેશ્વરમાં આવેલી એમ.ટી.એમ ગર્લ્સ હાઇસ્કુલના કેન્દ્ર પર ચાલુ પરીક્ષાએ ધોરણ 10માં અભ્યાસ કરતી આફિકા બાનુ નામની વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આ અંગે કેન્દ્રના સંચાલકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Latest Stories