ગુજરાત રાજ્યની શાળા-કોલેજ અને યુનિવર્સિટીઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ 1થી 12ની શાળા તેમજ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના ભવનો તેમજ કોલેજો આજથી રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું.જે 17 નવેમ્બરે પૂર્ણ થઈ ગયું છે.આજથી તમામ સ્કૂલોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ દ્વિતીય સત્રનો પ્રારંભ થયો છે.વેકેશન બાદ ફરીવાર સ્કૂલોના કેમ્પસ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા હતા.